OTT અને મીડિયા પ્લેટફોર્મ્સ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન્સ , ખુબ જ કડક કરવામાં આવ્યા નિયમો

કેન્દ્ર સરકારે OTT, ન્યૂઝ પોર્ટલ, અને સોશિયલ મીડિયા માટે ગાઈડલાઈન્સની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે આ ગાઈડલાઈન્સ અંગે જાણકારી આપી. નવી ગાઈડલાઈન્સના દાયરામાં ફેસબુક,  ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ આવશે.

OTT અને મીડિયા પ્લેટફોર્મ્સ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન્સ , ખુબ જ કડક કરવામાં આવ્યા નિયમો

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે OTT, ન્યૂઝ પોર્ટલ, અને સોશિયલ મીડિયા (Social Media) માટે ગાઈડલાઈન્સની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad) અને પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) આ ગાઈડલાઈન્સ અંગે જાણકારી આપી. નવી ગાઈડલાઈન્સના દાયરામાં ફેસબુક,  ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ આવશે. જાવડેકરે પહેલા પણ કહ્યું હતું કે આ અંગે દિશાનિર્દેશ તૈયાર થઈ ચૂક્યા છે અને બહુ જલદી તેને લાગુ કરવામાં આવશે.

સોશિયલ મીડિયા માટે નવી પોલીસી
પ્રસાદે  કહ્યું કે સોશિયલ મીડિયા કંપનીઝનો ભારતમાં કારોબાર માટે સ્વાગત છે. જેના અમે વખાણ કરીએ છીએ. વેપાર કરો અને પૈસા કમાઓ. તેમણે કહ્યું કે સરકાર અસહમતિના અધિકારનું સન્માન કરે છે પરંતુ એ ખુબ જરૂરી છે કે યૂઝર્સને સોશિયલ મીડિયાના દુરઉપયોગને લઈને સવાલ ઉઠાવવા માટે ફોરમ આપવામાં આવે. પ્રસાદે કહ્યું કે અમારી પાસે અનેક એવી ફરિયાદો આવી કે સોશિયલ મીડિયામાં મોર્ફર્ડ તસવીરો શેર કરવામાં આવી રહી છે. આતંકી ગતિવિધિઓ માટે તેનો ઉપયોગ થઈ રહ્યો છે. પ્રસાદે કહ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના દુરઉપયોગનો મુદ્દો સિવિલ સોસાયટીથી લઈને સંસદ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો છે. ફેક ન્યૂઝની તો એવી હાલત છે કે અનેક ન્યૂઝ ચેનલે ફેક્ટ ચેક સેલ બનાવવો પડશે.  

સોશિયલ મીડિયા માટે નવા નિયમ

1. નવી ગાઈડલાઈન્સ મુજબ સોશિયલ મીડિયાએ એક ફરિયાદ સેલ બનાવવો પડશે.
2. કોઈ પણ કન્ટેન્ટ હટાવતા પહેલા કારણ બતાવવું હશે
3. ફરિયાદ કરવા પર આપત્તિજનક પોસ્ટને 24 કલાકમાં હટાવવી પડશે. 
4. દર મહિને ફરિયાદ પર કાર્યવાહીની જાણકારી આપવી પડશે. 
5. સોશિયલ મીડિયાના આ નિયમો ત્રણ મહિનામાં અંદર લાગુ થશે. 
6. ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરની નિયુક્તિ કરવાની રહેશે. જે નિયમોના કમ્પ્લાયન્સને  લઈને જવાબદાર રહેશે. 
7. એક નોડલ કોન્ટેક્સ પર્સનની પણ નિયુક્તિ કરવાની રહેશે, જે  24X7 લો ઈનફોર્સમેન્ટ એજન્સીઓ સાથે તાલમેલ  બેસાડી રાખશે. 
8. નિયુક્ત કરાયેલા બંને અધિકારી ભારતમાં રહેતા હોવા જોઈએ.
9. રેસિડેન્ટ ગ્રીફાન્સ અધિકારીની પણ નિયુક્તિ કરવાની રહેશે. 
10. સૌથી પહેલા પોસ્ટ નાખનારાની જાણકારી આપવી પડશે. 

રવિશંકર પ્રસાદે કહ્યું કે કેપિટલ હિંસાનો વિરોધ થયો તો લાલ કિલ્લાની હિંસાનો પણ વિરોધ થવો જોઈએ. સોશિયલ મીડિયા તેમાં ડબલ સ્ટાન્ડર્ડ અપનાવી શકે નહીં. 

OTT માટે નવી ગાઈડલાઈન્સ
સોશિયલ મીડિયાની સાથે સાથે ઓટીટી પ્લેટફોર્મ્સ માટે પણ ગાઈડલાઈન્સ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે બહાર પાડી. તેમણે કહ્યું કે મીડિયાના દરેક પ્લેટફોર્મ માટે નિયમ જરૂરી છે. તેમણે જણાવ્યું કે OTT કંપનીઓને કહેવામાં આવ્યું હતું કે તેઓ ન્યૂઝ મીડિયાની જેમ જ એક સેલ્ફ રેગ્યુલેશન બનાવે, પરંતુ તેઓ આમ કરી શક્યા નહીં. જાવડેકરે કહ્યું કે મીડિયાની આઝાદી લોકતંત્રનો આત્મા છે. ફિલ્મો માટે એક સેન્સર બોર્ડ હોય છે. પરંતુ OTT માટે એવું કોઈ મિકેનિઝમ હોતું નથી. આથી એક મિકેનિઝમ તૈયાર થવું જોઈએ. ડિજિટલ મીડિયા પ્લેટફોર્મને ખોટું અને અફવાઓ ફેલાવવાનો કોઈ હક નથી. 

1. કન્ટેન્ટના હિસાબે કેટેગરી નક્કી થશે. 
2. OTT કન્ટેન્ટની પાંચ કેટેગરી બનાવવામાં આવશે. 
3. U, U/A 7+, U/A 13+, U/A 16+, અને A કેટેગરી હશે. 
4. ડિજિટલ પ્લેટફોર્મ પર પેરેન્ટલ લોકની સુવિધા આપવી પડશે. 
5. એથિક્સ કોડ ટીવી, સિનેમા જેવા જ રહેશે.
6. OTT પ્લેટફોર્મ્સે સેલ્ફ રેગ્યુલેશન બોડી બનાવવી પડશે. 
7 ફેક કન્ટેન્ટ નાખવા બદલ કડક કાર્યવાહી કરાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news